Thursday, October 22, 2009

* સમાજભવન *
સમાજભવનએ ધોડિયા સમાજના સંગઠનનું પ્રતિક છે. ઇનામી ડ્રો દ્વારા એકત્ર થયેલ રકમમાંથી સુરખાઇ ખાતે ૧૭૫૦૦૦ ચો.ફુટ. જમીન સંપાદન કર્યા બાદ શરૂ થયેલ સમાજભવનનં બાંધકામ એક પણ વિરામ લીધા વિના જ્ઞાતિબંધુ –ભગીનીના તરફથી દાનપ્રવાહ અવિરતપણે ચાલુ રહેતાં એક નવો ઇતિહાસ સર્જેલ છે. પૂજ્ય શાંતાબા અને તેમના પરિવાર તરફથી વિક્રમસર્જક રૂ.૫૧૧૧૧૧/-નું દાન સમાજને આપી સમાજ અને કુટુંબનું નામ અજરા-અમર કરેલ છે. લતામંડપના બાંધકામ માટે અન્ય સેવાભાવી અધિકારીઓનો સહારો મળતાં રૂ.૭૫૦૦૦૦/-ના ખર્ચે લતામંડપ અને રૂ.૩૦૦૦૦૦/-ના સાધનોની સુવિધા મેળવી શકેલ છીએ. જો કે આ પ્રાપ્ત થયેલ સુવિધાથી સંતોષ માનીશું તો મંડળની પ્રગતિ સ્થગિત થશે. વિશ્વની ક્રાંતિનું મુળ કે દુનિયાને મળેલ નવી શોધો માનવીની આકાંક્ષાને આધારિત છે. નવા અધિકારો કે નવી જગ્યાની શોધ ચંદ્ર કે મંગળ ની યાત્રા એજ માનવીના વિકાસનો પંથ દર્શાવે છે. જેથી મંડળ નુતન સુવિધાઓ તેમજ કેટલાક સાધનોની ઉપલબ્ધિ માટે પ્રયત્નશીલ છે. કદાચ વ્યક્તિગત આ ધ્યેય સિધ્ધિ શક્ય ન બની શકે પરંતુ કર્મચારી ભાઇ-બહેનો સંગઠિત બની પોતાના કાર્યક્ષેત્રના કર્મચારી કટીબધ્ધ બને તો આ રસ્તો આસાન બનશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના સમાજના કર્મચારીઓએ આ અંગે શ્રેષ્ઠ ઉદાહરણ સમાજને પુરું પાડેલ છે. શ્રી જ્ઞાનકિરણ મંડળનું દ્વિવાર્ષિક સંમેલન હોય કે સમુહલગ્નનું આયોજન હોય દરેક વખતે એકત્રિત થયેલ ફંડે મંડળને હુંફ અને ખુબજ મોટો સહારો આપેલ છે. જેથી મંડળે આગામી બે વર્ષ માટેનાં તેમજ કેટલાક લાંબા ગાળાનાં ધ્યેયને આપની સમક્ષ રજુ કરી રહેલ છે.
(૧) બગીચા સાથે પાર્ટીપ્લોટનું આયોજન.
મંડળે બગીચા માટે મંદગતિએ છેલ્લા ૨ વર્ષથી આયોજન કરેલ છે. આ વર્ષ સમાજના બાગાયત ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ધનસુખભાઇ ઝવેરભાઇ પટેલ મુ.ગણદેવા તરફથી અમુલ્ય સાથ-સહકાર અને માર્ગદર્શન મળતાં સમાજનું આ સ્વપ્ન ટૂંકસમયમાં સાકાર થશે. સાથેજ મંડળ આ બગીચાને પાર્ટીપ્લોટ સ્વરૂપે આયોજન કરી રહેલ છે. જેથી સ્ટેજ બાંધકામ સવરૂપે ફૂવારા માટે તેમજ નાના બાળકો માટે ક્રિડાંગણ અને ફ્લડ લાઇટ માટેનું આયોજન કરવું આવશ્યક છે.જેનો અંદાજીત ખર્ચ રૂ.૨,૦૦.૦૦૦/- આકારવામાં આવેલ છે. વ્યક્તિગત સાથે સામુહિક પ્રયત્નો આદરીશું તો દક્ષિણગુજરાત ખાતેનું ગૌરવપદ ધરાવતું સમાજભવન સમાજના ઇતિહાસનું સોનેરી પીછું બની રહેશે. એ નિર્વિવાદ હકિકત છે. આપણી પાછળની પેઢી માટે આપણા તરફથી અમુલ્ય વારસો આપવાનો મક્કમ પ્રયત્ન કરીશું તો સફળતા ૧૦ કદમ દુર છે.

(૨) જલા-સાંઇ મંદિરની સ્થાપના.
મંડળની આટલી વિશાળ જગ્યા ઇશ્વરની સ્થાપના વિના વેરાન ભાસે છે. માનવ જીવનની ઉન્નતિના મૂળમાં ધર્મના મહાત્મયતાથી આપણે સહુ વિદિત છીએ. જેથી માનવધર્મના પ્રણેતા એવા ભક્તશ્રી જલારામબાપા અને સાંઇબાબાના આશીર્વચન સતત સમાજ સાથે સંકળાયેલા રહે એ હેતુસર આજરોજ ભુમિપુજન દ્વારા ધાર્મિકક્ષેત્રે નવું પગરણ માંડી રહ્યા છે. શ્રી ધનસુખભાઇ જેવા ભાવિક ભક્ત આ અંગે સંનિષ્ઠ પ્રયત્ન આદરી રહેલ છે. રૂ.૧૦૦૦૦૦૦/- જેટલા લક્ષ્યાંક સામે રૂ.૫૦૦૦૦૦/-નું ભંડોળ મેળવી શક્યા છીએ. જે સમાજ પોતાની ધર્મિકતા માટે વિખ્યાત છે. જેથી મંડળને પુરો વિશ્વાસ છે. છતાં એક મંડળ આપની સમક્ષ એક નાનકડી ટહેલ નાંખી રહેલ છે. આ ધાર્મિક કાર્યમાં મંડળની ઝોળી દાનથી છલકાવી આ કાર્યને આ વર્ષમાંજ પુર્ણ કરવાનું સ્વપ્ન આપના સહયોગથી સાકાર કરવાનો મંડળનો આશાવાદ સફળ થશે.
(૩)સમાજભવન ખાતે પ્રવેશદ્વાર માટે રૂ.૧૨૫૦૦૦/-ની જરૂરીયાત હોય જે દાતાપોતાના નામ સાથે પ્રવેશદ્વાર માટે દાન આપી શકે છે.
(૪) અન્ય સાધનોની જરૂરીયાત.
(૧) સાઉન્ડ સીસ્ટમ.
મંડળ પાસે હાલ સાઉન્ડ સીસ્ટમની સુવિધા ન હોવાને કારણે ભાડેથી આયોજન કરવામાં આવે છે. જેથી કાયમી ધોરણે આધુનિક સાઉન્ડ સીસ્ટમ માટે આશરે રૂ.૧૦૦૦૦૦/-ની મંડળને જરૂરીયાત છે.
(૨) જનરેટર.
મંડળને માટે જનરેટરની ખુબજ તાત્કાલિક ધોરણે આવશ્યક્તા રહેલ છે. તેમજ મંડળ જ્યારે પાર્ટીપ્લોટનું આયોજન કરી રહેલ છે ત્યારે ફ્લડલાઇટ માટે આધુનિક જનરેટર માટે રૂ.૩૦૦૦૦૦/-ની આવશ્યક્તા રહેલ છે.
(૩) પ્રોજેકટર/ લેપટોપ.
મંડળ કાયમી ધોરણે માર્ગદર્શન કેમ્પ તેમજ વિવિધ લક્ષી પરીક્ષાઓ જેવીકે બેન્કીંગ રેલ્વે યુપીએસસી જીપીએસસી ગૌણસેવા પસંદગી મંડળ માટે તાલીમ કેન્દ્ર દ્વારા બેરોજગાર્ર યુવક યુવતીઓને સહારારૂપ થવા તાલીમકેન્દ્રની સ્થાપના દ્વારા સહાયભુત થવા મક્કમતાથી વિચારી રહ્યું છે.જેથી પ્રોજેક્ટર વસાવવું આવશ્યક છે.જે માટે રૂ.૫૦૦૦૦/-તેમજ લેપટોપ માટે રૂ.૩૦૦૦૦/- ની જરૂરીયાત છે.
આપશ્રી વ્યક્તિગત કે સામુહિક ધોરણે સમાજ ઉપયોગી સાધનો વસાવવામાં સહારૂપ થશો એવી અપેક્ષા.
આ ઉપરાંત ભવનના પ્રથમ માળ ઉપર બેરોજગાર માર્ગદર્શન ત્રેનીંગ સેન્ટર તેમજ રહેવાની સગવડ પ્રાપ્ત થઇ શકે એ માટે હોલ ઓરડાનું બાંધકામ કરવાનું લાંબા ગાળાના પ્રોજેક્ટ તરીકે વિચારી રહેલ છે. જો કે સમાજભવનના બાંધકામ વખતનો સુઃખદ અનુભવ આપ સહુનો સાથ સહકાર અને સમાજ પ્રત્યેની ભાવનાને આભાર સાથે ફરી દોહરાવતા તેજ ફરી નીચે દર્શાવેલ છે. આશા રાખીએ છીએ કે ફરીવાર આ કાર્યને સફળતા મળશે જ મળશે. કારણ કે હાલની મોંઘવારીના હિસાબે આ કાર્યનો અંદાજીત ખર્ચ રૂ. એક કરોડ જેટલો થવા જાય છે. કદાચ એકજ વર્ષમાં નહીં તો તબક્કાવાર કાર્ય કરી ઇતિહાસનું પુનરાવર્તન કરીશું.